મોરબી : મોરબી શહેરી અને ગ્રામ્ય પંથકમાં PGVCL દ્વારા વીજ લાઇનો અને સબ સ્ટેશનોમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તારીખ 24/06/2026 ને બુધવારના રોજ મોરબી શહેર-1 અને શહેર 2 પેટા વિભાગ અને નાની વાવડી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળના વિસ્તારો મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 KV ગૌશાળા ફીડરમાં સવારે 08:00 વાગ્યાથી બપોરના 04:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત સોસાયટી, અંકુર સોસાયટી, આરાધના સોસાયટી, રામેશ્વર સોસાયટી, રજની પ્લાઝા, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, આશાપુરા ટાવર, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ સોસાયટી, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીના તમામ વિસ્તારોમાં પાવર સપ્લાય સંપૂર્ણપણે બંધ રહેશે.નાની વાવડી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારો નાની વાવડી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા 66 KV ચાચાપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV માણેકવાડા JGY, માંડવરાય JGY, ગોમતેશ્વર JGY, તેમજ ચાચાપર સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ખેતીવાડી ફીડરોમાં સવારે 07:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરો હેઠળ આવતા તમામ વાણિજ્ય, ઘર વપરાશ, ખેતીવાડી તેમજ ઔદ્યોગિક (HT) વીજજોડાણોમા વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. મોરબી શહેર 2 પેટા વિભાગ હેઠળના વિસ્તારોમોરબી શહેર પેટા -02 વિભાગના વૈભવ ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 07:00 થી 02:00 વીજકાપ રહેશે. જેમાં અંકુર ચેમ્બર, હરી ચેમ્બર, ગુજરાત જીન શોપિંગ, પંચરત્ન ચેમ્બર, ત્રાજપર ખારી, અનંત નગર, રામકુવો, અમરીશ ટાઇલ્સ, ભગવતી ચેમ્બર, ત્રાજપર ધાર, ધર્મ ગોલ્ડ ચેમ્બર, ધનરાજ ચેમ્બર, કુબેર ચેમ્બર, કુબેર ટૉકીઝ, બાલાજી કોમ્પલેક્ષ, ધર્મ સિધ્ધી કોમ્પલેક્ષ, વિશાલ ફર્નિચર, મારૂતિ ચેમ્બર, સિરામીક પ્લાઝા, સરણીયા વાસ, મફતિયાપરા, પૂજા ચેમ્બર, શક્તિપરા, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. #Morbi #PGVCL #PowerCut #MorbiNews #Maintenance #MorbiUpdate #PowerShutdown