તાજીયા પર્વમાં 100 જેટલા પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાશે : ડીવાયએસપીમોરબી : મોરબીમાં આગામી તાજિયાના તહેવારને અનુલક્ષીને મોરબી પોલીસ દ્વારા ડીવાયએસપી જે.એમ. આલની અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી શરૂ કરી નગર દરવાજા, જૂની બજાર અને દરબારગઢ સહિતના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.આ ફૂટ પેટ્રોલિંગમાં LCB, SOG અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. અંદાજે 80 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. આગામી તાજિયાના તહેવાર અને સુરક્ષા વ્યવસ્થા અંગે ડીવાયએસપી જે.એમ. આલે જણાવ્યું હતું કે, આગામી તહેવારમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બંદોબસ્ત માટે 100 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ તેઓએ લોકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, તહેવાર નિમિત્તે જે નિયમો છે તેનું તમામ લોકો ચુસ્તપણે પાલન કરે, શહેરની ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તેની તકેદારી રાખે અને તાજિયાના રૂટ પર લોકોની જે ભીડ ભેગી થાય તેમાં પણ જરૂરી સાવચેતી અને તકેદારી રાખે તેવી અપીલ છે. #Morbi #MorbiUpdate #MorbiPolice #TaziaFestival #FootPatrolling #MorbiNews #GujaratPolice #JMAal #Security #LawAndOrder