મોરબી: ટંકારાના ઘુનડા (સજનપર) ગામે કરુણ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં આવેલા એક કૂવામાં કોઈ કારણોસર અસંખ્ય માછલાંના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ઘુનડા (સ.) ગામના તળાવની અંદરના ભાગમાં એક કૂવો આવેલો છે. હાલમાં તળાવમાં પાણી સુકાઈ ગયું હોવાથી તે ખાલીખમ છે, પરંતુ આ કૂવામાં પાણી ભરેલું રહેતું હોવાથી મોટી સંખ્યામાં માછલાં તેમાં વસવાટ કરતા હતા. ગામના કેટલાક જીવદયા પ્રેમીઓ દરરોજ નિયમિતપણે આ માછલાંને લોટ ખવડાવવા માટે તળાવે જતા હોય છે. આજે જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે કૂવાના પાણીમાં અસંખ્ય માછલાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા. માછલાંના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પાણીમાં કોઈ ઝેરી તત્વ ભળવાથી મોટી સંખ્યામાં માછલાં મૃત્યુ પામ્યા છે તેવું અનુમાન છે.#MorbiUpdate #Morbi #MorbiNews #Ghunda #Sajanpar #FishDeath #Environment #GujaratNews #Jivdaya