ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આદર્શ નિવાસી શાળા અને રફાળેશ્વર પ્રાથમિક શાળાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયોમોરબી : આજ રોજ આદર્શ નિવાસી શાળા અને રફાળેશ્વર પ્રાથમિક શાળા દ્વારા સંયુક્ત રીતે આદર્શ નિવાસી શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિના પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નવા દાખલ થતા ભૂલકાઓને હર્ષોલ્લાસ સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ ગોહિલ, કારોબારી અધ્યક્ષ સંદીપભાઈ ભૂપતભાઈ, ITI ના પ્રિન્સીપાલ એમ. એલ. પટેલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ તકે તેઓએ ઉપસ્થિત સૌને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રેરણાદાયક પ્રસંગો વર્ણવ્યા હતા અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના આગળના દોરમાં પર્યાવરણ જતનના હેતુથી શાળાના મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન આદર્શ નિવાસી શાળાના પી.જી. ઉકાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આદર્શ નિવાસી શાળાના આચાર્ય સુશીલાબેન નાગેશ્વરી અને રફાળેશ્વર પ્રાથમિક શાળાના આચાર્ય પટેલ ત્રિભોવનભાઈ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ અને લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #ShalaPraveshotsav #KanyaKelavani #Education #AdarshNivasiShala #Rafaleshwar #TreePlantation #MorbiNews