સૌથી વધુ રક્ત એકત્ર કરવાનો રેકોર્ડ સર્જવા વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા ખેડૂતોનું આહવાનમોરબી : જેતપર ગામે વીજલાઇનના વળતર મુદ્દે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂતો માનવતાનો એક નવો સંદેશ આપવા જઈ રહ્યા છે. 'હવે અમે બનીશું રક્તદાતા' ના સંકલ્પ સાથે ખેડૂતો દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખેતરમાં પરસેવો પાડીને અન્ન પકવતો અન્નદાતા હવે લોકોના જીવ બચાવવા માટે રક્તદાતા બનશે.આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન આવતીકાલે તા.24/06/2026ના રોજ સવારે 9:00 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આ કેમ્પ જેતપર ખાતે આવેલી ઉપવાસ છાવણી પર યોજાશે. ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો અને નાગરિકોને આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. હાલમાં વીજલાઇન વિરોધમાં ખેડૂતો લડી રહ્યા છે, ત્યારે આ અન્નદાતાઓ રક્તદાતા બનીને ગુજરાતના તમામ લોકોની અંતર-આત્મા જગાડવા માટે આ સેવાયજ્ઞ શરૂ કરી રહ્યા છે. 'એક બોટલ રક્ત, ઘણી જિંદગીઓની આશા' ના સૂત્ર સાથે માનવ સેવાના આ પુણ્ય કાર્યમાં જોડાવા માટે ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #FarmersProtest #BloodDonation #Jetpar #GujaratFarmers #Raktadan #Humanity #AnndataToRaktadata #MorbiNews #BloodDonationCamp