મોરબી : મૂળ મોરબી જિલ્લાના ખેવાળીયા ગામના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા જયેશભાઈ મોરડિયાની દીકરી સંજના મોરડિયાએ તાજેતરમાં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) 2026 ની પરીક્ષામાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. સંજનાની આ ઐતિહાસિક સિદ્ધિ તેની રાત-દિવસની અથાક મહેનત, અડગ સંકલ્પ, શિસ્ત અને સતત પ્રયત્નોનું ગૌરવપૂર્ણ પરિણામ છે.સંજનાની આ જવલંત સફળતા માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ ખેવાળીયા ગામ, રાજકોટ શહેર અને સમગ્ર સમાજ માટે ગર્વ લેવા જેવી બાબત બની છે. 'મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, સંકલ્પ ક્યારેય હારતો નથી અને સપનાઓ હંમેશા સાકાર થાય છે' - આ ઉક્તિને સંજનાએ પોતાની મહેનતથી સાર્થક કરી બતાવી છે અને તે અનેક યુવાનો માટે એક ઉત્તમ પ્રેરણાસ્ત્રોત બની છે.CA 2026 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ પરિવારજનો, સગા-સ્નેહીઓ અને સમાજના આગેવાનો દ્વારા સંજના મોરડિયા પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. સંજના જીવનમાં સતત નવી ઊંચાઈઓ સર કરે, પ્રગતિના નવા શિખરો આંબે તથા સુખ, સમૃદ્ધિ અને સફળતાથી ભરપૂર ઉજ્જવળ કારકિર્દી ઘડે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Morbi #Khevaliya #Rajkot #MorbiUpdate #CASuccess #CA2026 #CharteredAccountant #ProudMoment #MorbiNews #EducationSuccess