ખેડૂત આંદોલનના સમર્થનમાં સરકાર તાત્કાલિક યોગ્ય નિર્ણય લ્યે તેવી માંગ મોરબી : માળિયા તાલુકાના વેજલપર ગામના સરપંચ હરેશભાઈ કૈલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યા છે. જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કરતાં તેમણે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો આગામી 5 દિવસમાં સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ પોતાના સરપંચ પદેથી રાજીનામું આપી દેશે. સરપંચની આ આક્રમક જાહેરાત બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. ઉપરાંત હજુ પણ વધુ સરપંચ આ રીતે ખેડૂતોના સમર્થનમાં ઉતરે તેવી શક્યતા સેવાઈ રહી છે. #MorbiUpdate #Maliya #Vejalpar #FarmersProtest #Jetpar #GujaratFarmers #KhedutAndolan