કેટલીક ટ્રેનોને વડોદરાને બદલે બાજવા અને વિશ્વામિત્રી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશેવડોદરા: પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમના કમીશનિંગ માટે નોન-ઇન્ટરલોકિંગ (NI) કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવનાર હોવાથી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે. મુસાફરોની સુવિધા અને સુરક્ષિત રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ રહેશે, જ્યારે વડોદરા સ્ટેશન પર લાઈનો પ્રભાવિત થવાને કારણે કેટલીક ટ્રેનોને વડોદરાના બદલે બાજવા અને વિશ્વામિત્રી સ્ટેશન પર સ્ટોપેજ (હોલ્ટ) આપવામાં આવશે. જેની વિગત નીચે મુજબ છે: સંપૂર્ણપણે રદ કરવામાં આવેલી ટ્રેનો:• ટ્રેન નંબર 59549 વડોદરા-વટવા પેસેન્જર: 29, 30 જૂન અને 01 જુલાઈ 2026 ના રોજ રદ રહેશે.• ટ્રેન નંબર 59550 વટવા-વડોદરા પેસેન્જર: 29, 30 જૂન અને 01 જુલાઈ 2026 ના રોજ રદ રહેશે.વડોદરાને બદલે વિશ્વામિત્રી (VS) સ્ટેશન પર હોલ્ટ ધરાવતી ટ્રેનો:નીચે દર્શાવેલી ટ્રેનો નિયત તારીખોએ વડોદરા સ્ટેશન પર નહીં જાય અને તેના બદલે વિશ્વામિત્રી સ્ટેશને ઊભી રહેશે:• 09012 ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ: 24 જૂન 2026 (આગમન 02:00 કલાકે / પ્રસ્થાન 02:05 કલાકે)• 09416 ગાંધીધામ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ: 25 જૂન 2026 (આગમન 08:00 કલાકે / પ્રસ્થાન 08:05 કલાકે)• 09419 અમદાવાદ–તિરૂચિરાપલ્લી સ્પેશિયલ: 25 જૂન 2026 (આગમન 10:58 કલાકે / પ્રસ્થાન 11:03 કલાકે) • 09208 ભાવનગર ટર્મિનસ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ: 25 જૂન 2026 (આગમન 23:15 કલાકે / પ્રસ્થાન 23:20 કલાકે)• 09088 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ: 26 જૂન 2026 (આગમન 00:25 કલાકે / પ્રસ્થાન 00:30 કલાકે)• 09082 વટવા–મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ: 27 જૂન 2026 (આગમન 00:25 કલાકે / પ્રસ્થાન 00:30 કલાકે)• 09038 ભુજ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ: 27, 29 જૂન 2026 (આગમન 02:00 કલાકે / પ્રસ્થાન 02:05 કલાકે)• 04827 ભગત કી કોઠી–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ: 28 જૂન 2026 (આગમન 01:25 કલાકે / પ્રસ્થાન 01:30 કલાકે)• 09018 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ: 29 જૂન 2026 (આગમન 22:00 કલાકે / પ્રસ્થાન 22:05 કલાકે)• 09010 ભુજ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ: 29 જૂન 2026 (આગમન 22:55 કલાકે / પ્રસ્થાન 23:00 કલાકે)• 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ: 30 જૂન અને 01 જુલાઈ 2026 (આગમન 10:09 કલાકે / પ્રસ્થાન 10:11 કલાકે)• 20908 ભુજ–દાદર સુપરફાસ્ટ: 30 જૂન અને 01 જુલાઈ 2026 (આગમન 07:33 કલાકે / પ્રસ્થાન 07:35 કલાકે)• 11089 ભગત કી કોઠી–પૂણે એક્સપ્રેસ: 30 જૂન 2026 (આગમન 22:00 કલાકે / પ્રસ્થાન 22:05 કલાકે)• 19483 અમદાવાદ–સહરસા એક્સપ્રેસ: 01 જુલાઈ 2026 (આગમન 02:40 કલાકે / પ્રસ્થાન 02:45 કલાકે)• 12479 જોધપુર–બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ: 01 જુલાઈ 2026 (આગમન 05:30 કલાકે / પ્રસ્થાન 05:35 કલાકે)વડોદરાને બદલે બાજવા સ્ટેશન પર હોલ્ટ ધરાવતી ટ્રેનો:નીચે દર્શાવેલી ટ્રેનો નિયત તારીખોએ વડોદરા સ્ટેશનના બદલે બાજવા સ્ટેશને ઊભી રહેશે:• 22956 ભુજ–બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ: 29, 30 જૂન અને 01 જુલાઈ 2026 (આગમન 04:35 કલાકે / પ્રસ્થાન 04:40 કલાકે)• 20495 જોધપુર–હડપસર સુપરફાસ્ટ: 30 જૂન અને 01 જુલાઈ 2026 (આગમન 07:35 કલાકે / પ્રસ્થાન 07:40 કલાકે)• 20947 અમદાવાદ–એકતાનગર જનશતાબ્દી: 30 જૂન અને 01 જુલાઈ 2026 (આગમન 09:10 કલાકે / પ્રસ્થાન 09:15 કલાકે)• 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ: 30 જૂન 2026 (આગમન 22:05 કલાકે / પ્રસ્થાન 22:10 કલાકે)• 22924 જામનગર–બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ: 01 જુલાઈ 2026 (આગમન 03:15 કલાકે / પ્રસ્થાન 03:20 કલાકે)રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.#RailwayUpdate #WesternRailway #VadodaraRailwayStation #TrainCancelled #TrainDiverted #RajkotRailway #MorbiUpdate #RailwayNews #VadodaraYardRemodeling