મોરબી: જેતપર ગામમાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા ઉપવાસ આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ આંદોલનને વધુ મજબૂત બનાવવા અને ખેડૂત એકતાનો સંદેશ આપવા માટે મોડપર ગામ ખાતે રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામધુનનો કાર્યક્રમ આજે તા. 22/06/2026 ના રોજ રાત્રે 9:00 વાગ્યે મોડપર ગામના રામ મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા મોરબી જિલ્લાના ખેડૂતો એકજૂથ થઈને આંદોલનકારીઓને પોતાનો ટેકો જાહેર કરશે.આયોજકો દ્વારા મોરબી જિલ્લાના સર્વ ખેડૂત ભાઈઓ તથા બહેનોને આ પવિત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 'જય જવાન જય કિસાન' ના નારા સાથે આયોજિત આ કાર્યક્રમ થકી રામના નામ સાથે ખેડૂત એકતાને બળ પૂરૂં પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ખેડૂતોને મોટી સંખ્યામાં મોડપર ગામે ઉમટી પડવા અપીલ છે. તેમ યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #FarmersProtest #Jetpar #Modpar #KisanAndolan #MorbiNews #FarmerUnity #GujaratFarmers