રંગપર સબ સ્ટેશન હેઠળના 3 ઇન્ડસ્ટ્રીયલ ફીડરોમાં વાયર બદલવાની કામગીરી કરાશેમોરબી : મોરબીના જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 23-06-2026, મંગળવારના રોજ વીજ લાઇન મેઇન્ટેનન્સ તેમજ વાયર બદલવાની જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને પગલે આ વિસ્તારના ઔદ્યોગિક ફીડરોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.જેમાં 66 KV રંગપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KVના યુરો ઇન્ડસ્ટ્રીઅલ, લેક્ટોન ઇન્ડસ્ટ્રીઅલ અને ફીનોલાઈટ ઇન્ડસ્ટ્રીઅલ ફીડરમાં સવારે 8:00 વાગ્યાથી સાંજના 17:00 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. આ ફીડરોમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #Jetpar #PowerCut #PGVCL #MorbiUpdate #IndustrialPowerCut #Maintenance #MorbiNews