એકમાત્ર હકાભા એવા કલાકાર બન્યા કે જેને ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપી ખેડૂતોના દિલ જીતી લીધા : સ્ટેજ ઉપરથી તેઓએ રાજકારણમાં ન જોડાવાના સોગંદ લીધા, સરકાર સમક્ષ ખેડૂતોને ન્યાય આપવાની ગુહાર પણ લગાવીમોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતોના આંદોલન દરમિયાન જાણીતા કલાકાર હકાભા ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. હકાભાએ સ્પષ્ટ કર્યું હતું કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડ્યા છે, તે શાંતિપૂર્ણ રીતે માત્ર ને માત્ર ન્યાય માંગવા માટે આવ્યા છે. તેઓએ હળવી શૈલીમાં કહ્યું કે તેમના બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી તેનું કારણ હવે તેમને સમજાયું છે, બાપુને ખબર હતી કે જમીનમાં થાંભલાઓ આવશે. હવે અમારી પાસે જમીન તો છે નહીં, કંપની મારી માથે થાંભલો નાખે તો થાય. હકાભાના આ લોકડાયરામાં એટલી જન મેદની ઉમટી પડી હતી કે જગ્યા ટૂંકી પડી હતી. ઉલ્લેખનીય છે કે હકાભા એવા પ્રથમ કલાકાર છે જેમને ખેડૂતોનું ખુલ્લું સમર્થન કરી ખેડુતોના દિલ જીતી લીધા છે.હકાભાએ રાજકારણમાં ન જોડાવવાના સોગંદ ખાધા હકાભાએ મંચ પરથી સરસ્વતી માતા અને પોતાની કુળદેવીના સોગંદ ખાઈને જાહેર કર્યું હતું કે તેઓ આજીવન કોઈ દિવસ રાજકારણમાં નહીં જાય. તેઓએ કહ્યું કે તેઓ અહીં ફેમસ થવા કે પૈસા કમાવવા નથી આવ્યા. માણસને સામાન્ય રીતે 3 વસ્તુની બીક હોય છે: ધંધાની, મરવાની અને બદનામીની. પરંતુ હકાભાએ સ્પષ્ટ કર્યું કે તેમને આમાંથી કોઈ બીક નથી. ગામના સરપંચ અનિલભાઈ અને નિલેશભાઈના કહેવાથી તેઓ અહીં ખેડૂતોનો અવાજ બનવા આવ્યા છે.ખેડૂત જગતનો તાત છે, ખેડૂતનો પરસેવો જ દેશને બચાવશેખેડૂતનું મહત્વ સમજાવતા હકાભાએ કહ્યું કે ખેડૂત જગતનો તાત છે. રાત્રે થાળીમાં રોટલો આવે ત્યારે ખેડૂતને યાદ કરવા જોઈએ. કારણ કે એ અનાજ ખેડૂતના પરસેવાનું છે. ખેડૂત કાં તો પરસેવો પાડી શકે અને કાં તો આંસુ પાડી શકે. જો ખેડૂત પરસેવો પાડવાનું બંધ કરશે તો દેશનો વિનાશ થઈ જશે અને લોકો રસ્તા પર આવી જશે. ખેડૂત દયાળુ છે એટલે જ રાત ઉજાગરા કરીને અને બધું સહન કરીને અન્યના બાળકો માટે અનાજ પકવે છે.લાખો લોકોનો અવાજ ભેગો થાય ત્યારે ભગવાનને અને સરકારને પણ નીચે જોવું પડેહકાભાએ ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે બરાબર 98 વર્ષ પહેલા 21 જૂનના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલીમાં ખેડૂતો માટે આંદોલનનું આહવાન કર્યું હતું. આજે જો સરદાર પટેલ હોત તો ખેડૂતોને આ રીતે હેરાન ન થવું પડત. સરદાર સાહેબે કોઈ એક સમાજ માટે નહીં પરંતુ આખા દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. લાખો લોકોનો અવાજ ભેગો થાય ત્યારે ભગવાનને અને સરકારને પણ નીચે જોવું પડે છે.થાંભલાઓ નાખવાનું બંધ કરો અથવા પૂરું વળતર આપોખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજ લાઈનના થાંભલાઓ મુદ્દે હકાભાએ આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે લોકો તેમને પૂછે છે કે તેઓ ભાજપ, કોંગ્રેસ કે આપ, કયા પક્ષમાં છે, જેના જવાબમાં હકાભાએ સિંહગર્જના કરતા કહ્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં નથી, તેઓ માત્ર ખેડૂતના પક્ષમાં છે. છેલ્લે તેઓએ અદાણી અને સરકાર સુધી અવાજ પહોંચાડવાની વાત કરતા ચીમકી ઉચ્ચારી હતી કે ખેડૂતોની છાતી પર થાંભલા ખોડવાનું બંધ કરો અને જો નાખવા જ હોય તો ખેડૂતોને તેનું પૂરેપૂરું વળતર આપો, કારણ કે જમીન એ ખેડૂતની માં છે.#MorbiUpdate #Jetpar #HakabhaGadhvi #FarmersProtest #KhedutAandolan #GujaratFarmers #SardarPatel #MorbiNews #FarmersRights