ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધા પણ યોજાઈમોરબી: ગત 21 જૂનના રોજ ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.'સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજ'ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં 'યોગા ક્વીન મોરબી' અને 'યોગા પ્રિન્સેસ મોરબી' એમ બે કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ આવનાર મહિલા સ્પર્ધકોને તાજ અને શિલ્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રાજકોટથી યોગ નિષ્ણાત નીલમ સુતરીયા તેમજ મીનાક્ષી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રેસિડેન્ટ ડૉ.સુષ્માબેન દુધરેજીયાએ સમગ્ર કાર્યક્રમના સ્પોન્સર શાશ્વત કેન્સર કેર હોસ્પિટલના રિપ્રેઝન્ટેટિવ ડૉ.અંકિતાબેન પટેલ, ફિટનેસ વુમન્સ ક્લબના કાજલ આદ્રોજા તેમજ કો-સ્પોન્સર સાધનાબેન ઘોડાસરા, શોભનાબા ઝાલા, પ્રીતિબેન દેસાઈ અને શિલ્ડના સ્પોન્સર લક્ષ્મીકાંતભાઈ તથા પ્રેમીલાબેનનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સંસ્થાના સેક્રેટરી મનિષાબેન તેમજ આઇપીપી મયુરીબેન કોટેચાએ પણ દર વર્ષે મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લઈ સંસ્થાનો ઉત્સાહ વધારવા બદલ મોરબીની મહિલાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.#Morbi #MorbiUpdate #InternationalYogaDay #IndianLionessClub #SuryaNamaskar #WomenFitness #MorbiNews