100% પિયત અને કરોડોની કિંમતની જમીન બચાવવા અન્ય વિકલ્પ વિચારવા કલેક્ટર સમક્ષ માંગમોરબી : મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે 27 ના વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામથી મોરબીના ગાળા સુધીના મોરબી બાયપાસ પ્રોજેક્ટમાં થનારા જમીન સંપાદનનો મુદ્દો ગરમાયો છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે આ બાયપાસ કાઢવા માટે ભારત સરકાર દ્વારા 16 જૂન 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા રાજપત્ર (નોટિફિકેશન નંબર 3031) અનુસાર, મોરબી બાયપાસના વિકાસ માટે કિલોમીટર 0.000 થી કિલોમીટર 51.128 સુધીના હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ગેઝેટ નોટિફિકેશનમાં હાઈવેની જમીન કપાતમાં આવતા મોરબી અને હળવદ તાલુકાના 15 ગામના ખેડૂતોએ એકજૂથ થઈને મોરબી કલેક્ટરને લેખિતમાં સખત વાંધાઓ રજૂ કર્યા છે.ખેડૂતોની મુખ્ય રજૂઆતો અને વાંધાઓખેડૂતોએ કલેક્ટરને આપેલી અરજીમાં ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓની જમીન નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવતી હોવાથી તે 100% પિયત વિસ્તાર ધરાવે છે અને અત્યંત ઉપજાઉ છે. વધુમાં, આ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલો છે, જેના કારણે ખેડૂતોની આ જમીનોની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે. અનેક નાના ખેડૂતોની જમીન આ બાયપાસ પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં કપાતમાં જઈ રહી છે. ખેડૂતોની રજૂઆત છે કે જો જમીન કપાત થશે તો તેમની પાસે ખેડવાલાયક બહુ ઓછી જમીન બચશે, જેનાથી તેમના પરિવારની આજીવિકા છીનવાઈ જશે અને તેમના જીવન નિર્વાહ પર ગંભીર અસર પડશે. બાયપાસના નવા રૂટના વિકલ્પ તરીકે નજીકમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને વધુ પહોળો કરીને તેનો ઉપયોગ કરવા ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી છે. ન્યાયના હિતમાં હાલના બાયપાસ રૂટને બદલીને અન્ય કોઈ યોગ્ય વિકલ્પ પસંદ કરવા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી છે.15 ગામના ખેડૂતોએ વાંધા રજૂ કર્યાનેશનલ હાઈવે 27 ના આ બાયપાસ પ્રોજેક્ટ સામે ગાળા, સાપર, જસમતગઢ, જીવાપર, ખરેડા, હરિપર, કેરાળા, વાંકડા, માંડલ, આંદરણા, રાતાભેર, ડુંગરપુર અને શિવપુર સહિતના 15 ગામોના ખેડૂતોએ એક થઈને વાંધાઓ રજૂ કર્યા છે. તમામ ખેડૂતોએ અંગત રજૂઆતો કલેક્ટર સમક્ષ કરી છે.#Morbi #MorbiUpdate #NH27 #FarmersProtest #LandAcquisition #MorbiCollector #MorbiBypass #GujaratFarmers #MorbiNews