બન્નેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા : સવારે નિલેશ એરવાડિયાની પણ તબિયત લથડી હતીમોરબી : મોરબીના જેતપર ગામમાં વીજલાઈનના વળતર મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનમાં આજે સવારે નિલેશભાઈ એરવાડિયાની તબિયથ લથડયા બાદ અત્યારે સાંજના સમયે વધુ બે મહિલાઓની તબિયત લથડી છે. તેમને હાલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના યોગ્ય વળતરની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આ આંદોલનમાં શરૂઆતમાં 5 લોકો ત્યારબાદ વધુ એક ખેડૂત ઉમેરાયા હતા. ત્યારબાદ ફરી 3 મહિલાઓ પણ ઉમેરાયા હતા. ઉપવાસીઓમાં મહંત કૈલાશગિરી ગુરુ મહાદેવગીરી, રતિલાલ શિવલાલ અમૃતિયા, નેહુલ ધીરજલાલ અમૃતિયા, રામજીભાઈ નાનજીભાઈ ભાડજા, નિલેશભાઈ એરવાડિયા, નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારાનો સમાવેશ થાય છે. નિર્મળાબેન રામજીભાઈ અઘારા, દક્ષાબેન દીપકભાઈ અમૃતિયા, મોતીમા મગનભાઈ જાકાસણીયાનો સમાવેશ થાય છે. આજે સાંજના સમયે નિર્મળાબેન રામજીભાઈ અઘારા અને દક્ષાબેન દીપકભાઈ અમૃતિયાની તબિયત લથડી છે. તેઓને 108 મારફત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલ ઉપવાસી છાવણીમાં તથા ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. #Morbi #MorbiUpdate #Jetpar #FarmerProtest #KisanAndolan #GujaratFarmers #JetparFarmers