ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં હેવી વીજ લાઈનના થાંભલા ઊભા થતા હોવાના આક્ષેપ : માળિયા મી. તાલુકા ખેડૂત સંગઠન અને સરપંચ એસો.દ્વારા કરાઈ રજુઆતમોરબી : માળિયા મી. તાલુકામાં ખેતીની જમીન પર ખાનગી વીજ કંપનીઓ દ્વારા સંમતિ વિના ઊભા કરવામાં આવતા હેવી વીજ લાઈનના થાંભલાઓ અને કામગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે માળિયા મી. તાલુકા ખેડૂત સંગઠન અને સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોની જમીનમાં ઘૂસણખોરી અને કાગળ પર અપાતા વળતર સામે નારાજગીઆવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આજે ખેડૂતોને પોતાના જ ખેતરમાં જવા માટે 7/12 જેવા માલિકીના પુરાવા રજૂ કરવા પડે છે, જ્યારે બીજી તરફ ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોની સ્પષ્ટ સંમતિ વિના જમીનમાં કામગીરી શરૂ કરી દે છે. આ પ્રકારની એકતરફી કાર્યવાહી ખેડૂતોને સ્વીકાર્ય નથી. સરકાર અને કંપનીઓ જંત્રીના 4 ગણા વળતરની વાતો કરે છે, પરંતુ ખેડૂતોના મતે માત્ર કાગળ પર આંકડા બતાવવાથી નુકસાનની ભરપાઈ થતી નથી. જો ખરેખર જંત્રીના 4 ગણા ભાવે સમાન ગુણવત્તાવાળી જમીન મળતી હોય, તો અસરગ્રસ્ત ખેડૂતને તેવી જમીન ખરીદીને આપવી જોઈએ.ખેડૂતોની મુખ્ય માંગણીઓ: માસિક ભાડું અને 25 વર્ષ પછી જમીન પરતખેડૂત સંગઠને સ્પષ્ટ કર્યું છે કે તેઓ જમીનમાં વીજ લાઈનના થાંભલા માટે કોઈ એકમુશ્ત વળતર લેવા ઈચ્છતા નથી. જો જમીનમાં થાંભલા ઊભા કરવામાં આવે તો જમીનના ઉપયોગ બદલ દર મહિને યોગ્ય ભાડું ચૂકવવામાં આવે અને તેમાં દર વર્ષે ઓછામાં ઓછો 10% નો વધારો કરવામાં આવે. વધુમાં, જો વીજ કંપનીનો કરાર 25 વર્ષનો હોય તો 25 વર્ષ પૂર્ણ થયા બાદ તમામ થાંભલા અને વાયરો દૂર કરીને જમીન તેની મૂળ સ્થિતિમાં ખેડૂતને પરત સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.વિકાસ જરૂરી છે, પરંતુ ખેતી અને અન્નદાતાને બચાવવા વધુ જરૂરીખેડૂતોએ જણાવ્યું છે કે તેઓ દેશના વિકાસના વિરોધી નથી. રસ્તા, વીજળી અને રેલવે જેવી માળખાકીય સુવિધાઓ જરૂરી છે તે ખેડૂતો સમજે છે, પરંતુ ખેડૂતોના હિતોની અવગણના સામે તેમનો વિરોધ છે. ખેડૂત વિકાસનો ભાગીદાર છે, માત્ર બલિદાન આપનાર નથી. ખેતીલાયક જમીન કોઈ સામાન્ય સંપત્તિ નથી, તેના પર દેશના કરોડો લોકો નિર્ભર છે. કોઈપણ મશીન અનાજ કે શાકભાજી બનાવી શકતું નથી, તે માત્ર ખેતીલાયક જમીન જ આપી શકે છે. જંત્રીના દરો અને વાસ્તવિક બજારભાવ વચ્ચે મોટો તફાવત હોવાથી ખેડૂતોને બજાર કિંમત પ્રમાણે યોગ્ય વળતર મળવું જોઈએ તેવો આગ્રહ વ્યક્ત કરાયો છે. કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શનનો દૂરઉપયોગરાજસમઢિયાળા ગામના સરપંચ અમિતભાઈ દેવજીભાઈ ખુમલિયાએ જણાવ્યું હતું કે અદાણી કંપની દ્વારા કામગીરી માટે પોલીસ પ્રોટેક્શનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોની સંમતિ વિના જમીનમાં કામ થઈ રહ્યું છે. કલેક્ટર દ્વારા નક્કી કરાયેલ 979 રૂપિયાનું કોરિડોર વળતર ખૂબ ઓછું છે, જે વધારવાની ખેડૂતોની માંગ છે.જેતપર ગામે 30 હજાર ખેડૂત ભેગા થયા, હવે 30 લાખ થતા વાર નહિ લાગે!જૂના ઘાટીલા ગામના ઉમેશ ઝાકાસણિયાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ખેડૂતોને પોતાના જ ખેતરમાં જતા રોકે છે અને તેમની સાથે અયોગ્ય વર્તન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે જેતપર ગામે 30000 ખેડૂતો એકઠા થયા હતા, અને જો સરકાર તેમની વાત નહીં સાંભળે તો 30 લાખ ખેડૂતોને એકત્ર થતા વાર નહિ લાગે. જરૂર પડ્યે અમે દિલ્લી સુધી લડત આપવા પણ તૈયાર છીએ. 25 વર્ષથી ભાજપને પ્રેમ આપ્યો, છતાં અન્યાયખીરઈ પંચવટી ગામના રતિલાલ પંચાસરાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ભાજપ સરકારને અમે 25 વર્ષથી તન-મન-ધનથી પ્રેમ આપ્યો છે. છતાં પણ ખેડૂતો સાથે અન્યાય થાય છે. બહેન દીકરીઓ ઉપર લાઠી ચાર્જ થાય છે. અમારે રોડ ઉપર આવવું પડે છે. ખેડૂતના મતથી નહિ ખેડૂતોના મતથી આ સરકાર બની છે. મામલતદારની પ્રતિક્રિયામાળિયા માળિયા મિયાણા તાલુકા ખેડૂત સંગઠન અને માળિયા સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂતોની જમીનમાંથી જે વીજપોલ પસાર થઈ રહ્યા છે, તે અન્વયે યોગ્ય વળતર આપવા માટે મને આવેદનપત્ર આપ્યું છે. જે આવેદનપત્ર હું સરકારમાં મોકલી આપીશ.'#MorbiUpdate #MaliyaMiyana #FarmersProtest #GujaratFarmers #MorbiNews #AdaniPowerLine