મોઢા, ગળા, સ્તન, ફેફસાં અને મગજની ગાંઠો સહિતના કેન્સરના નિષ્ણાંત રેડિએશન ઓન્કોલોજીસ્ટ દ્વારા ઘરઆંગણે જ સારવારમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને કેન્સર જેવા જટિલ રોગોની સારવાર માટે નિષ્ણાંત તબીબની સેવા ઘરઆંગણે જ મળી રહે તેવા ઉદ્દેશ સાથે મોરબીમાં સ્ટર્લિંગ હોસ્પિટલ (રાજકોટ)ના સિનિયર કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડો. સમીપ પાનસોરાની ખાસ ઓપીડીનું આયોજન ગુરુવારે કરવામાં આવ્યું છે.રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી સિનિયર કન્સલ્ટન્ટ રેડિએશન ઓન્કોલોજીસ્ટ ડો. સમીપ પાનસોરા (MD - Radiation Oncology) દ્વારા મોરબીમાં નિયમિત દર ગુરુવારે ઓપીડી યોજવામાં આવશે. જે અંતર્ગત તેમના દ્વારા 25 જૂનને ગુરુવારના રોજ સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી શાશ્વત હોસ્પિટલ, 5મો માળ, એપલ હોસ્પિટલ, શનાળા રોડ, ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલની પાછળ, મોરબી ખાતે ઓપીડી રાખવામાં આવી છે. કેન્સરના રોગોના સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર માટે તેઓ નિષ્ણાંત છે, જેનો લાભ હવે મોરબીના દર્દીઓને સરળતાથી મળશે.ડો. સમીપ પાનસોરા MBBS અને M.D. (Radiation Oncology) ની ડિગ્રી ધરાવે છે. તેઓએ એસ.બી.કે.એસ. મેડિકલ કોલેજ, વડોદરાથી MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને બી.જે. મેડિકલ કોલેજ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદ ખાતેથી M.D. (રેડિયેશન ઓન્કોલોજી) ની પદવી પ્રાપ્ત કરી છે. M.D. પૂર્ણ કર્યા પછી તેમની પાસે 8 વર્ષનો બહોળો ક્લિનિકલ અનુભવ છે. તેઓ સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI, રાજકોટ બ્રાન્ચ) માં 2022 સુધી આસિસ્ટન્ટ પ્રોફેસર અને 2022 થી માર્ચ 2026 સુધી એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપી ચુક્યા છે.ડો. સમીપ પાનસોરા IGRT, VMAT (RapidArc), IMRT, 3D-CRT, SRS, SRT અને SBRT જેવી આધુનિક રેડિયેશન ટેકનિકમાં 8 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ હેડ એન્ડ નેક (મોઢા અને ગળાના) કેન્સર, સ્તન અને ફેફસાના કેન્સર, ગાયનેકોલોજિકલ (સ્ત્રી રોગ), પ્રોસ્ટેટ કેન્સર અને મગજની ગાંઠો (બ્રેઈન ટ્યુમર) ની સારવારમાં નિષ્ણાંત છે. આ ઉપરાંત ફરીથી થતા (recurrent) મોઢા અને ગળાના કેન્સર માટે 'રી-ઇરેડિયેશન', CT/MRI-ગાઇડેડ બ્રેકીથેરાપી તેમજ પેઇન અને પેલિએટિવ કેર (દુખાવા અને રાહતની સારવાર) માં પણ વિશેષ મહારત ધરાવે છે.ઓપીડી તા.25 જૂનસમય: 11થી 2સ્થળ: શાશ્વત હોસ્પિટલ,5મો માળ, એપલ હોસ્પિટલ, શનાળા રોડ, મોરબીરજિસ્ટ્રેશન/વધુ માહીતીમો.9574000692