મોરબી: મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા પંચાસર હેડવર્કસ ખાતે તા. 22/06/2026 થી તા. 23/06/2026 સુધી વાલ્વ રીપેરીંગની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીના કારણે આગામી 2 દિવસ સુધી સંબંધિત વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.જેમાં પંચાસર, સુરજ બાગ, દરબારગઢ, રણછોડનગર, દાણાપીઠ, દલવાળી સર્કલ પાસે આવેલા હેડવર્કસથી વિતરણ થતા વિસ્તારો પ્રભાવિત થશે. તેથી નાગરિકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વહેલી તકે પાણીનો જરૂરી સંગ્રહ કરી લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #WaterCut #MorbiNews #Panchasar #MorbiMunicipalCorporation #Breakin8gNews