લગ્નજીવનમાં ત્રણ દીકરીઓનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યોમોરબી : મોરબી શહેરમાં શ્રીરામ સોસાયટીમાં રહેતા શિક્ષિકાને લગ્નજીવન દરમિયાન સંતાનમાં પુત્ર પ્રાપ્તિ ન થતા પતિ, સાસુ, સસરા, જેઠ અને નણંદ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી નાની નાની બાબતોમાં મેણા ટોણા મારી ત્રાસ ગુજારવાનું શરૂ કરતા શિક્ષિકા પરિણીતાએ પતિ સાહિતના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બાપાસીતારામ ચોક પાસે આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા શિક્ષિકા પૂનમબેન બ્રિજેશભારથી ગૌસ્વામી ઉ.43 નામના શિક્ષિકાએ આરોપી પતિ બ્રિજેશભારથી કિશોરભારથી ગૌસ્વામી, સાસુ હંસાબેન કિશોરભારથી ગૌસ્વામી, સસરા કિશોરભારથી લાલભારથી ગૌસ્વામી, જેઠ ધર્મેશભારથી કિશોરભારથી ગૌસ્વામી રહે.શ્રીરામ સોસાયટી અને આરોપી નણંદ નિરાલીબેન રીતેશપરી ગૌસ્વામી રહે.આદિપુર કચ્છ વાળાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમને લગ્નજીવનમાં ત્રણ દીકરીનો જન્મ થયો હોય દીકરાનો જન્મ ન થતા આરોપી સાસરિયાઓ નાની નાની બાબતમાં મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોય જીવન દુષ્કર બનાવી નાખ્યું છે.બનાવ અંગે મહિલા પોલીસે તમામ સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.