મોરબી સિદ્ધ સમાધિ યોગ પરિવાર દ્વારા આયોજિત યોગ દિવસની ઉજવણીમાં સંતો જોડાયામોરબી : વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. યોગ એ ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે, જે શરીર, મન અને આત્માના સમન્વયનું વિજ્ઞાન છે. યોગ માત્ર કસરત નથી, પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની એક ઉત્તમ જીવનશૈલી છે. 'યોગ કરો, નિરોગી રહો' એ વિશ્વ યોગ દિવસનો મુખ્ય સંદેશ છે. લોકો યોગને દૈનિક જીવનનો એક ભાગ બનાવી સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવન તરફ આગળ વધે એવા હેતુ સાથે મોરબી SSY પરિવાર દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયા, તેમજ અંબારામભાઈ કવાડિયાએ ખુબજ જહેમત ઉઠાવી હતી.