ફાસ્ટેગ લાઇનમાં ખામી સર્જાતા ટ્રાફિક જામ થયો, એમ્બ્યુલન્સને રસ્તો આપવા બાબતે રજૂઆત કરતા 10થી 12 શખ્સોએ કર્યો હુમલો: સિવિલમાં સારવાર લઈ પોલીસ ફરિયાદ નોંધાવીમોરબી : મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન અને ધ્વજારોહણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં સોમનાથથી આવતા પહેલા ટોલનાકા પર તેમની પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ટોલનાકા પર ફાસ્ટેગ લાઇનમાં ખામી હોવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમિયાન પાછળથી એક એમ્બ્યુલન્સ આવી હતી. એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તપન દવે સહિતના લોકોએ પોતાની 5 થી 7 ગાડીઓ રિવર્સ લેવી પડી હતી, જેમાં ઘણો સમય લાગ્યો હતો. એક જાગૃત નાગરિક તરીકે તપન દવેએ ટોલનાકાના કર્મચારીઓને ઉતાવળ રાખવા અને રસ્તો જલ્દી ક્લિયર કરવા રજૂઆત કરી હતી જેથી એમ્બ્યુલન્સ પસાર થઈ શકે.આ ટકોર કરતા કર્મચારીઓ ગાળા ગાળી કરવા લાગ્યા હતા. બાદમાં ટોલનાકાના 10 થી 12 જેટલા શખ્સોએ પાઇપ તેમજ અન્ય વસ્તુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં તપન દવેને માથાના પાછળના ભાગે અને નાક પર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તેઓએ સિવિલ હોસ્પિટલમાં જઈને પ્રાથમિક સારવાર લીધી હતી અને ત્યારબાદ પોલીસમાં અરજી આપીને સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તપનભાઈ દવેના જણાવ્યા અનુસાર સ્થાનિકોએ પણ તેમને કહ્યું કે આ ટોલનાકાના કર્મચારીઓનો અતિશય ત્રાસ છે. અહીંથી બાહરના લોકો પસાર થતા હોય છે. તેઓ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી સમય બગાડવા ઇચ્છતા ન હોય જેથી તેમની હિંમત વધી રહી છે. કોઈ અન્ય લોકો આવા લુખ્ખા તત્વોનો ભોગ ન બને તે માટે મે કાયદાકીય રીતે ફરિયાદ નોંધાવી છે. #MorbiUpdate #Morbi #TapanDave #Somnath #TollPlaza #GujaratNews #MorbiNews #BJP