છેલ્લા 2 મહિનાથી પાણીનો ગંભીર પ્રશ્ન સર્જાતા લોકો રસ્તા પર ઉતર્યા : રોડ બ્લોક કરાતા વાહનોના થપ્પા લાગ્યામોરબી : મોરબી શહેરમાં વાવડી રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા 2 મહિનાથી પાણીનો પ્રશ્ન વિકટ બનતા ત્રસ્ત થયેલા સ્થાનિકોએ આજે પંચાસર ચોકડી ખાતે એકઠા થઈને ચક્કાજામ કર્યો છે. પંચાસર ચોકડી પર સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આ ચક્કાજામના કારણે હાઈવે પરનો વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો છે અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. સતત 2 મહિનાથી રોજબરોજના વપરાશ અને પીવા માટે પાણી ન મળવાના કારણે ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે લોકોએ વિફરીને રસ્તા પર ઉતરી ચક્કાજામ કરવાનો માર્ગ અપનાવ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે તેમના વિસ્તારમાં પાણીનો પુરવઠો નિયમિત કરવામાં આવે નહીંતર આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #WaterCrisis #Protest #PanchasarChokdi #VavdiRoad #MorbiNews #TrafficJam #GujaratNews