ખેડૂત આંદોલનના સમર્થનમાં ગામે-ગામથી લોકો ઉમટ્યા : આંદોલનકારીઓનો ઉત્સાહ સાતમા આસમાનેમોરબી : મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન આજે રાત્રે હકાભા ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં સ્ટેજથી લઈને ગામના પાદર સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. અનેક ગામોમાંથી એટલા બધા લોકો આવ્યા છે કે લોકોને બેસાડવા માટેની વ્યવસ્થા પણ ટૂંકી પડી રહી હતી. મોરબીમાં 2 દિવસ પહેલા સભા દરમ્યાન પાટીદાર યુવા યુવા સંઘે જેતપર ઉમટી પડવાની હાકલ કરી હતી. જેની અસર આજના લોકડાયરામાં દેખાઈ રહી છે. મોરબીથી પણ પાટીદારો અને ખેડૂતો સહિતનાએ આજે મોટી સંખ્યામાં હાજરી આપી છે. આ લોક ડાયરામાં હાજર રહેલા જાણીતા કલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે 4 થી 5 મહિના પહેલા તેમને એવી ચેલેન્જ આપવામાં આવી હતી કે તેઓ ખેડૂતોના ડાયરાના ડબલ પૈસા લેશે. જેના જવાબમાં તેમણે આ કાર્યક્રમ બિલકુલ ફ્રીમાં કર્યો છે અને જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેઓ જીવશે ત્યાં સુધી ખેડૂતોના પ્રોગ્રામ વિનામૂલ્યે કરશે. આખા ગુજરાતમાં આવા ફ્રી પ્રોગ્રામ આપવાની તેમણે ચેલેન્જ પૂરી કરી છે. ખેડૂતોની વર્તમાન સ્થિતિ અને આંદોલન અંગે હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે ખેડૂત જગતનો તાજ છે. રાત્રે જમવામાં રોટલો અને સવારે નાસ્તામાં ભાખરી ખાતી વખતે ખેડૂત અચૂક યાદ આવે છે. જો ખેડૂતોને તકલીફ પડશે તો દેશનું ક્યારેય સારું નહીં થાય. 'જય જવાન, જય કિસાન' નારાનો વિશેષ ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે જવાન બોર્ડર પર દેશની રક્ષા કરે છે જ્યારે ખેડૂત દેશને અન્ન પૂરું પાડે છે. જો ખેડૂત નહીં હોય તો દુનિયા ભૂખે મરશે, તેથી સરકારે ખેડૂતો તરફ પૂરતું ધ્યાન આપી તેમને સત્વરે ન્યાય આપવો જોઈએ તેવી તેમણે સરકારને વિનંતી કરી હતી.#Morbi #MorbiNews #Jetpar #LokDayro #HakbhaGadhvi #FarmersSupport #PatidarYuvaSangh #GujaratNews #MorbiUpdate