6 ભાઈઓ અને 3 બહેનોના આમરણાંત ઉપવાસને ટેકો આપવા અનેક લોકો ઉપવાસમાં જોડાયામોરબી: જેતપર ગામ ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલન આજે ચોથા દિવસે વધુ વેગવંતુ બન્યું છે. આજરોજ આંદોલનને સમર્થન આપતા અનેક લોકો પ્રતીક ઉપવાસ પર પણ બેઠા છે. જેમાં એક 11 વર્ષના બાળકે પણ પ્રતીક ઉપવાસ શરૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે અને આંદોલન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.'જય જવાન જય કિસાન' ના નારા સાથે ચાલી રહેલી આ લડતને માત્ર મોરબી જિલ્લો જ નહીં, પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતોનું મોટું સમર્થન મળી રહ્યું છે. હાલ 6 ભાઈઓ અને 3 બહેનો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. તેમનો જુસ્સો વધારવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપવાસ છાવણીમાં હાજરી આપી રહ્યા છે. #MorbiUpdate #MorbiNews #Jetpar #KhedutAndolan #FarmerProtest #GujaratFarmers #JaiJawanJaiKisan #JetparVillage