મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે હેવી વીજલાઈનના વિરોધમાં ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂખ હડતાળને ગામેગામથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે ત્યારે તા.21ને રવિવારે રાત્રે જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પણ ખેડૂતોને સમર્થન આપી એક પણ રૂપિયો લીધા વગર લોકડાયરોમાં ખેડૂતોના હિતમાં પ્રોગ્રામ આપશે.હકાભાએ વીડિયો સંદેશ થકી જણાવ્યું હતું કે, બિનરાજકીય આંદોલનમાં તેઓ પોતે પણ ખેડૂત હોવાના નાતે ખેડૂતના હિતમાં વગર પૈસે કાર્યક્રમ યોજવાની સાથે ખેડૂતોના હિતમાં જાહેરમંચ પરથી ખેડૂતોની વેદનાને વાચા આપી પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કરશે.આ લોકડાયરામાં ઉમટી પડવા તેઓએ ખેડૂતોને આહવાન પણ કર્યું હતું.