ખેડૂત આંદોલનના સમર્થનમાં 22 જૂને સવારે 11 કલાકે તાલુકા પંચાયત પાસે મોટી સંખ્યામાં એકઠા થવા ખેડૂતોને આહ્વાનમાળિયા (મિયાણા) : માળિયા તાલુકાના તમામ ગામના ખેડૂતો દ્વારા તેમના હકના વળતરની માંગ સાથે અને ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આવતીકાલે માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે. આ માટે ખેડૂતોને મોટી સંખ્યામાં જોડાવા હાકલ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, 22/6/2026 ને સોમવારના રોજ સવારે 11 કલાકે માળિયા તાલુકા પંચાયતની બાજુમાં આવેલા ગ્રાઉન્ડમાં તાલુકાના તમામ ગામના ખેડૂતો એકઠા થશે. માળિયા તાલુકા પંચાયતની બાજુમાં ભેગા મળીને ત્યારબાદ તમામ ખેડૂતો સાથે મળીને મામલતદારને આવેદનપત્ર આપવા જશે. જ્યાં સુધી ખેડૂતોને તેમનો હક નહીં મળે ત્યાં સુધી લડત જારી રહેશે તેમ પણ જણાવ્યું છે. પોતાના હક અને અધિકાર માટેની આ લડતમાં સહભાગી થવા અને ખેડૂત એકતા બતાવવા માળિયા તાલુકાના તમામ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.#Maliya #Morbi #FarmersProtest #KhedutAndolan #FarmersRights #MorbiUpdate #MaliyaMamlatdar #KhedutEkta