રસ્તા પર ઠેર ઠેર મૃત માછલાં પડતા સ્થાનિકો અને રાહદારીઓ ભારે દુર્ગંધથી પરેશાનમોરબી : મોરબીના રવાપરમાં બોની પાર્ક પાછળ આવેલ આસોપાલવ સોસાયટીના રોડ પરથી પસાર થતા એક ટ્રેક્ટરમાંથી મૃત માછલાં રસ્તા પર ઢોળાવાની ઘટના સામે આવી છે. હાલ આ રોડ ઉપર તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકોને હાલાકી પડી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આસોપાલવ સોસાયટીના માર્ગ પરથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મૃત માછલાં ભરેલા હતા. ટ્રેક્ટર પસાર થતી વખતે રસ્તા પર ઠેર ઠેર આ મૃત માછલાં પડતા ગયા હતા. રોડ પર માછલાં ઢોળાવાને કારણે આખા માર્ગ પર ગંદકી થઈ ગઈ છે અને આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ છે. માર્ગ પર ગંદકી અને તીવ્ર દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો તેમજ અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પડેલા મૃત માછલાં અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની પણ ભીતિ સેવાઈ રહી છે. તાજેતરમાં શનાળા પાસેના તળાવમાં કોઈ કારણોસર મોટી સંખ્યામાં માછલાના મોત થયા હતા. આ મૃત માછલાં તે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેને કોઈ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા હતા. તે વેળાએ ટ્રેક્ટરનું પાટિયું ખુલી જતા માછલાં રોડ ઉપર ઢોળાઈ ગયા હતા. #MorbiUpdate #MorbiNews #Morbi #MorbiCity #AshopalavSociety #GujaratNews