છરી અને તમંચાનો ઉપયોગ થયાની આશંકા : બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટમોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર એક યુવાનની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કોઈ કારણોસર છરી અને તમંચાથી યુવાનની હત્યા થયાની આશંકા સેવાઈ રહી છે. હાલ બી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવાનનું નામ હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી છે, જેની ઉંમર આશરે 30 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મૂળ સુરેન્દ્રનગરનો વતની હતો અને છેલ્લા 3 થી 4 મહિના પહેલા મોરબીમાં સ્થાયી થયો હતો, જ્યાં તે છૂટક મજૂરી કામ કરતો હતો. બી ડિવિઝન પીઆઇ જે.ડી.સરવૈયાના જણાવ્યા અનુસાર આ યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. બનાવ અંગે જાણ થતાં જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં હત્યામાં છરી અને ફાયર આર્મ્સનો ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ હથિયાર અંગે સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. હાલમાં આરોપીઓ કોણ છે અને હત્યા પાછળનો હેતુ શું છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ છે. #Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #Murder #ShobheshwarRoad #MorbiPolice #GujaratPolice