પોલો સર્કલ પાસે પાણીના ટેન્કર હડફેટે બાઈક ચાલકનું મોત, પંચાસર રોડ પર ટ્રેકટર - ઇકો કાર વચ્ચે અકસ્માતમોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો.જેમાં ખોખરા હનુમાનજી મંદિર રોડ પર પોલો સર્કલ નજીક પાણી ભરેલા ટેન્કર અને બાઈક વચ્ચે તેમજ થોરાળા - પંચાસર રોડ પર ટ્રેકટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પ્રથમ બનાવમાં થોરાળા - પંચાસર રોડ પર જીજે - 36 - એએફ - 0842 નંબરની ઇકો કાર લઈ થોરાળા ગામે પોતાના ઘેર જતા જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઇ સનાવડા ઉ.44 ને ટ્રેકટર નંબર જીજે -12 - એફડી - 4336ના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં જીતેન્દ્રભાઈનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત અંગે મૃતકના પિતા વિઠ્ઠલભાઇ સનાવડા રહે.નાની વાવડી ગામ વાળાએ ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અકસ્માતના બીજા બનાવમાં ખોખરા હનુમાનજી મંદિર રોડ પર પોલો સર્કલ પાસે જીજે -12 - એટી - 7073 નંબરના પાણીના ટેન્કર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ટેન્કર ચલાવી આરજે - 26 - એસએક્સ - 9542 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક ભાનુપ્રતાપ ગણેશભાઈ યાદવ રહે.રાજસ્થાન વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટનામાં વિષ્ણુ ચેતારામ શર્મા રહે.ટીંબડી મૂળ રહે.હરિયાણા વાળાએ ટેન્કર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.