પ્રબુદ્ધ નાગરિક સન્માન અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત ડો. સત્યજીતસિંહ જાડેજાનું સન્માન કરાયું મોરબી: કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે હાલમાં વિવિધ લોકસંપર્ક અને સન્માન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે 'પ્રબુદ્ધ નાગરિક સન્માન અને સંવાદ' કાર્યક્રમ અંતર્ગત રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા મોરબીની આયુષ હોસ્પિટલની ખાસ મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન તબીબી ક્ષેત્રે લાંબા સમયથી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય સેવાઓ આપી રહેલા મોરબીના જાણીતા તબીબ ડો. સત્યજીતસિંહ જાડેજાનું કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #BJP #AyushHospital #Wankaner #MedicalService #HonoringDoctors