ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જબલપુર - હીરાપર રોડ પર વોચ ગોઠવી સંકલ્પ ગ્રીન વુડ કારખાના નજીકથી પસાર થતી જીજે - 03 - એનબી - 9314 નંબરની ઇકો કાર અટકાવી તલાશી લેતા ઇકોમાંથી રૂ.1.40 લાખની કિંમતનો 700 લીટર દેશી દારૂ મળી આવતા આરોપી જીજ્ઞેશ ઉર્ફે દિલીપ લાખાભાઈ ગોહિલ રહે.ભગવતીપરા, રાજકોટ વાળાની ધરપકડ કરી હતી.આરોપીની પૂછતાછમાં દારૂનો જથ્થો આરોપી શામજી ઉર્ફે વિજય સુખાભાઈ સારલા રહે.નળખંભા તા.થાન અને આરોપી દશરથ ઉર્ફે દસો રમેશભાઈ કણઝારીયા રહે.સામતપર તા.સાયલા વાળાએ મોકલ્યો હોવાનું અને આરોપી આસિફ ઇરફાનભાઈ વિકિયા રહે.સરાયા વાળાને આપવાનો હોવાનું કબુલતા ટંકારા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.