મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર બેલા ગામે સ્મશાન નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ભગવાનજીભાઈ ખોડાભાઈ ધંધાણીયા ઉ.24 રહે.ત્રાજપર, નીલકંઠ સોસાયટી વાળાને રોકડા રૂપિયા 210 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.