ખોડીયાર પાર્ક, આલાપ પાર્ક, ન્યુ આલાપ પાર્ક અને પટેલનગરના સ્થાનિકોએ બેનર લગાવી ખેડૂતોને ટેકો જાહેર કર્યોમોરબી : મોરબી શહેરની વિવિધ સોસાયટીઓ ખેડૂત આંદોલનના સમર્થનમાં આગળ આવી છે. જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મોરબીના ખોડીયાર પાર્ક, આલાપ પાર્ક, ન્યુ આલાપ પાર્ક તથા પટેલનગરના રહેવાસીઓએ સામૂહિક રીતે નિસ્વાર્થ ભાવે સમર્થન જાહેર કર્યું છે.ગઈકાલે પાટીદાર યુવા સેવા સંઘની મિટિંગ મળી હતી. જેમાં ખેડૂત આંદોલનના સમર્થન આપવા સોસાયટીઓમાં બેનર લગાવવા આહવાન કરવામાં આવ્યું હતું. જેને પગલે અનેક સોસાયટીમાં આ બેનરો લાગ્યા છે. 'જય જવાન, જય કિસાન, જય ભારત' ના નારા સાથે વિવિધ વિસ્તારના નાગરિકો ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. ખેતરમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈન મુદ્દે સરકાર દ્વારા યોગ્ય અને સંતોષકારક વળતર આપવામાં આવે તેવી માંગને શહેરીજનોએ મજબૂત ટેકો આપ્યો છે. સ્થાનિકોએ સરકાર પાસે માંગ કરી છે કે આવનારા સમયમાં કિસાન અને ખેડૂત હિતલક્ષી નિર્ણયો સત્વરે લેવામાં આવે. મોરબી શહેરની સોસાયટીઓમાંથી મળી રહેલા આ પ્રકારના સહકારને પગલે ખેડૂત આંદોલનને વધુ બળ મળ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #KhedutAndolan #FarmersProtest #GujaratFarmers #Jetpar