મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી તેજશભાઈ મનુભાઈ વહેરા (રહે. ઋષભ સોસાયટી પાસે, મહાવીર સોસાયટી પ્લોટ નંબર 51, 52 મોરબી-02) નું પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. વોરંટ ઇશ્યુ થતાં જ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.પોલીસ ટીમે આરોપી તેજશભાઈ મનુભાઈ વહેરાની અટકાયત કરી હતી. ત્યારબાદ તેને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એસ. ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર સી.એસ. સૌંદરવા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #PASA #GujaratPolice #Prohibition #MorbiNews