પોલીસ સ્ટેશને જવાબદાર અધિકારી હાજર ન હોવાથી બહેનોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યોમોરબી : મોરબીના જેતપર ગામમાં આંદોલન વચ્ચે ખેડૂતોએ પોલીસ મથકે દોડી જઇ ખેતરો ખૂંદી નાખનાર કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. જો કે પોલીસ સ્ટેશને જવાબદાર અધિકારી હાજર ન હોવાથી બહેનોએ પોલીસ સ્ટેશનના પરિસરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અદાણી કંપની દ્વારા વીજલાઈનની કામગીરી દરમિયાન ખેડૂતોના ખેતરો ખૂંદી નાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ નુકસાની અંગે ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો એકઠા થઈને જેતપુર આઉટપોસ્ટ ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોની રજૂઆત છે કે કંપની દાદાગીરી કરી ખેતરમાં મંજુરી ન હોય ત્યાં પણ કામગીરી કરી રહી છે. આ મામલે અરજી આપવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી નથી અને તેમને અન્યાય થઈ રહ્યો છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર, જેતપુર ગામની આઉટપોસ્ટ પર કોઈ પોલીસ અધિકારી હાજર રહેતા નથી. ગામમાં અવારનવાર ઘટનાઓ બનતી હોય છે ત્યારે FIR કરવા માટે સ્થાનિકોને છેક મોરબી સુધી ધક્કા ખાવા પડે છે. આઉટપોસ્ટ હોવા છતાં કોઈ ફરજ પર ન હોવાથી તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ ફેલાયો છે. પોતાના ખેતરોના નુકસાનની ફરિયાદ સાંભળવા માટે કોઈ હાજર ન હોવાથી અને તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા, વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ખેડૂત મહિલાઓએ પોલીસ આઉટપોસ્ટ ખાતે જ રામધૂન બોલાવવાનું શરૂ કર્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #Jetpur #FarmersProtest #Adani #MorbiPolice #GujaratNews #FarmerIssue