પોલીસે 1632 બોટલ દારૂ કબ્જે કર્યો : સરપંચના પતિ હજુ પોલીસ પકડથી દૂરમોરબી : હળવદ તાલુકાના રાણેકપર ગામે પોલીસે વિદેશી દારૂનો મસમોટો જથ્થો જપ્ત કર્યો છે. ગામના સરપંચના પતિની દુકાનમાં પોલીસે દરોડો પાડી રૂ.6.86 લાખનો વિદેશી દારૂ ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, રાણેકપર ગામના અગ્રણી અને સરપંચના પતિ રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચાએ પોતાની કબ્જા ભોગવટાવાળી દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે. આ હકીકતના આધારે પોલીસે દુકાનમાં રેઈડ કરતા ત્યાં સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ 1632 બોટલો મળી આવી હતી. પોલીસે 6,86,052 રૂપિયાની કિંમતનો આ દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ બનાવમાં પોલીસે રાણેકપર ગામના રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધ્યો છે. હાલમાં આ વોન્ટેડ આરોપી પોલીસ પકડથી દૂર છે, જેથી તેને ઝડપી પાડવા હળવદ પોલીસ સ્ટાફ દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી સઘન બનાવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Halvad #GujaratPolice #LiquorRaid #CrimeNews #Ranekpar #MorbiPolice