ગામે-ગામથી ખેડૂતોને સમર્થન : તમામ લોકોને રાત્રે શોકના કપડાં પહેરીને આવવા અપીલમોરબી : મોરબીના જેતપર મુકામે ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલન પાર્ટ-2નો આજે ત્રીજો દિવસ છે. આ આંદોલન અંતર્ગત આજે શનિવારે રાત્રે એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજાનાર છે. જેતપર સ્થિત ખેડૂત ઉપવાસ છાવણી ખાતે રાત્રે 9 થી 11 વાગ્યા દરમિયાન ગૌતમ અદાણીની માનવતાનું બેસણું અને રોકકડ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગૌતમ અદાણીની માનવતાનું અવસાન થયેલ હોવાથી આ બેસણું રાખવામાં આવ્યું છે અને કાર્યક્રમમાં આવતા લોકોને તેને અનુરૂપ કપડાં પહેરીને આવવા માટે ખાસ નોંધ મૂકવામાં આવી છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું છે કે ઉપવાસ છાવણી-જેતપરથી મળેલી માહિતી અનુસાર, આ આંદોલનમાં અનેક ગામોના ખેડૂતો ઉપવાસ છાવણીએ હાજરી આપી ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતોના સમર્થન માટે સતત ફોન આવી રહ્યા છે, જેથી આ લડત હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, અદાણી વિરૂદ્ધની આ રાષ્ટ્રીય લડતને હવે આંતરરાષ્ટ્રીય બનાવવાનું પ્લાનિંગ પણ થઈ ગયું છે. દેશના તમામ ખેડૂતો હવે ખેતરમાં પાવડાની સાથે સાથે અન્યાય સામે કલમ પણ ચલાવશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #Jetpar #KhedutAndolan #FarmersProtest #Adani #GujaratFarmers #UpvasAndolan