પેટ્રોલ પંપો પર હજુ પણ ડિઝલનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે અનેક ઉદ્યોગોને મુશ્કેલી : પુરવઠા વિભાગ અને કલેક્ટરને રજુઆતમોરબી : મોરબી અને માળિયા પંથકમાં ચાલતા ઉદ્યોગો અને નવલખી બંદર પર ચાલી રહેલી કામગીરીને ડીઝલની અછતને કારણે મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. નવલખી બંદર પર આયાતી કોલસાનું હેન્ડલિંગ ચાલુ રાખવા અને માળિયા-હળવદ પંથકના મીઠા ઉદ્યોગને બચાવવા માટે પુરવઠા તંત્ર અને કલેક્ટર સમક્ષ તાકીદે ડીઝલનો જથ્થો ફાળવવા રજૂઆતો કરવામાં આવી છે.નવલખી બંદરે કોલસાનું હેન્ડલિંગ ઠપ્પ થવાની ભીતિ: સિરામિક ઉદ્યોગને અસર થઈ શકેજયદીપ અસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા કચેરીના નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ નવલખી બંદર પર શિપનું લોડિંગ અને અનલોડિંગ ચાલુ છે. બંદર પર રોજબરોજ માલના લોડિંગ-અનલોડિંગમાં વપરાતા ફ્લીટ જેવા કે બાર્જીસ, ટગ, ચેઈનવાળા હિટાચી મશીન અને પોલ્યુશન કંટ્રોલ માટે વપરાતા વોટર ટેન્કર કે ફોગર મશીનોમાં ડીઝલની ભારે જરૂરિયાત રહે છે. આ મશીનરી કે બાર્જીસને પેટ્રોલ પંપ પર લાવી શકાય તેમ નથી. વળી, હાલની પરિસ્થિતિમાં પેટ્રોલ પંપો પર પણ ડીઝલનો પુરવઠો ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે. જો નવલખી બંદર પર કામગીરી અટકી જશે તો મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ઉદ્યોગોને કોલસાની ભારે અછતનો સામનો કરવો પડશે. આથી, પુરવઠા અધિકારી અને પંપ માલિકોને સૂચના આપીને નાના-મોટા ટેન્કરો દ્વારા સીધો ડીઝલનો પુરતો જથ્થો બંદર વપરાશકારોને પૂરો પાડવા માંગ કરાઈ છે.મીઠા ઉદ્યોગની પીક સીઝન વચ્ચે ડીઝલ ન મળતા ઉત્પાદન ઠપ્પ થવાનો ખતરોબીજી તરફ, મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે (IAS) ને રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને જણાવ્યું છે કે સમગ્ર ભારતમાં 80% મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જેમાંથી અંદાજે 30% જેટલું ઉત્પાદન મોરબી જિલ્લાના માળિયા (મી.) અને હળવદ પંથકમાં થાય છે. હાલમાં ચોમાસા પહેલા મીઠાની પીકઅપ સીઝન ચાલી રહી છે. મીઠાના ઉત્પાદન માટે હાર્વેસ્ટિંગ, હિટાચી મશીનથી જથ્થો એકઠો કરવો, ટ્રેક્ટર લોરીથી લોકલ વોશરીમાં ટ્રાન્સપોર્ટ કરવો અને રેલ્વે સાઇડિંગ સુધી પહોંચાડવા માટે ભારે મશીનરીનો ઉપયોગ થાય છે. આ ઉદ્યોગમાં રોજનું એક ચેઈનવાળા હિટાચી મશીનમાં 450 થી 500 લીટર, ચરખીવાળા ટ્રેક્ટરમાં 250 થી 300 લીટર, ટ્રાન્સપોર્ટ ટ્રેક્ટરમાં 300 થી 350 લીટર અને જનરેટર કે ડીઝલ એન્જિનમાં 500 લીટર ડીઝલની જરૂરિયાત રહે છે.અગરિયાઓની રોજીરોટી અને કેમિકલ ઉદ્યોગો પર કટોકટીજો ડીઝલનો પુરવઠો નહીં મળે તો મીઠાનું ઉત્પાદન અટકી જશે, જેના કારણે અગરિયા શ્રમિકોની રોજીરોટી છીનવાઈ જશે. આ ઉપરાંત, મીઠા પર નિર્ભર કાસ્ટિક સોડા, સોડા એશ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટું નુકસાન થશે. આથી મીઠા ઉદ્યોગના છેવાડાના વિસ્તારોમાં ક્લસ્ટર વાઇઝ નાના ટ્રેક્ટરો કે મોટા ટેન્કરો ભરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડવા માટે કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #NavlakhiPort #SaltIndustry #DieselShortage #MorbiIndustry #Maliya #Halvad #CeramicIndustry