તાલુકા પોલીસે નંબર પ્લેટ વગરની મહેન્દ્રા TUV 300 કારમાંથી 1.60 લાખનો દારૂ કબજે કર્યો, કાર ચાલક ફરારમોરબી: મોરબી તાલુકા પોલીસે વાંકડા ગામની સીમમાંથી કાચા રસ્તે પસાર થતી એક મહેન્દ્રા TUV 300 કારમાંથી દેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે કુલ 5,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની મહેન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની TUV 300 કાર ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર દેશી દારૂ ભરીને માળિયા (મિં) થી મોરબી તરફ આવી રહી છે. આ હકીકતના આધારે પોલીસે રેડ કરી હતી અને કારમાંથી 800 લીટર દેશી દારૂ (કિંમત રૂપિયા 1,60,000) પકડી પાડ્યો હતો. પોલીસે દેશી દારૂ અને 4,00,000 રૂપિયાની કાર મળીને કુલ 5,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન.એસ. ઘેટીયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #Prohibition #GujaratPolice #MorbiNews #DeshiDaru