દેશનું એકમાત્ર પ્રાઇવેટ 'MJO મોનિટરિંગ અને ફોરકાસ્ટ પેજ' લોન્ચ કરતા 'ગુજરાત વેધરમેન'ટંકારા : ગુજરાત અને દેશના હવામાન વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે એક નવો ઈતિહાસ રચાયો છે. અત્યાર સુધી હવામાન પૂર્વાનુમાન અને મોનિટરિંગ માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુરોપની વિદેશી વેબસાઈટો અને સંદર્ભો પર નિર્ભર રહેવું પડતું હતું. જોકે, હવે આ નિર્ભરતાનો અંત લાવવા માટે એક ગુજરાતી યુવાને કમર કસી છે. સોશિયલ મીડિયામાં 'ગુજરાત વેધરમેન' તરીકે જાણીતા અંકિત પટેલે દેશનું પ્રથમ અને એકમાત્ર પ્રાઇવેટ MJO (Madden-Julian Oscillation) Monitoring & Forecast પેજ સફળતાપૂર્વક લોન્ચ કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે.વિશ્વની ટોચની સંસ્થાઓની હરોળમાં સ્થાનઅંકિત પટેલે તેમની ઓફિશિયલ વેબસાઈટ gujaratweatherman.com/mjo_monitoring/ પર આ વિશેષ પેજ પબ્લિક માટે ઉપલબ્ધ કરાવ્યું છે. આ પેજ વિશ્વભરમાં MJO મોનિટરિંગ માટે સૌથી માન્ય અને પ્રચલિત એવી Wheeler-Hendon (2004) પ્રણાલી પર આધારિત RMM (Real-time Multivariate MJO) સૂચકાંકનો ઉપયોગ કરે છે. નોંધનીય છે કે, હાલમાં વૈશ્વિક સ્તરે ગણતરીની માત્ર 3 થી 4 સંસ્થાઓ જ આ પ્રકારનું MJO ફોરકાસ્ટ પેજ પ્રદાન કરે છે. જેમાં અમેરિકાની NOAA/CPC, ઓસ્ટ્રેલિયાની BOM, યુરોપની ECMWF અને જાપાનની JMA સામેલ છે. હવે આ પ્રતિષ્ઠિત યાદીમાં ભારત તરફથી 'ગુજરાત વેધરમેન'નું નામ પણ ગર્વભેર જોડાઈ ગયું છે.પરિવારના સાથથી સપનું સાકારઆ ઐતિહાસિક પ્રસ્તુતિ પાછળ અંકિત પટેલની વર્ષોની મહેનત, વાતાવરણ-સામુદ્રીક વિજ્ઞાન પ્રત્યેનો અપાર પ્રેમ અને આધુનિક ટેક્નોલોજીની અખૂટ ધગશ રહેલી છે. આ સફળતા અંગે તેઓ જણાવે છે કે, 'વર્ષો પહેલા જ્યારે હું વિદેશી વેબસાઈટો જોતો ત્યારે મનમાં પ્રશ્ન થતો કે ભારત પાસે પોતાની આવી સિસ્ટમ કેમ ન હોઈ શકે? આજે બા-દાદા, મમ્મી, માસી, બહેન અને મારી જીવનસંગિનીના સાથ-સહકારથી આ સપનું સાકાર થયું છે.'ખેડૂતો અને સંશોધકો માટે આશીર્વાદરૂપહાલમાં આ પેજ ECMWF IFS મોડેલના ફોરકાસ્ટ આધારિત ડેટા દર્શાવે છે, જેમાં આગામી સમયમાં અન્ય વૈશ્વિક મોડેલ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પેજ હવામાનમાં રસ ધરાવતા સામાન્ય નાગરિકો, ખેડૂતો, સ્થાનિક આગાહીકારો તેમજ રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.ભવિષ્યમાં પોતાનું જ ફોરકાસ્ટ મોડેલ વિકસાવવાની નેમઅંકિત પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ તો માત્ર શરૂઆત છે. ભવિષ્યમાં જો ઈશ્વરની કૃપા અને મહેનત ફળશે તો ભારતનું પોતાનું જ ફોરકાસ્ટ મોડેલ અને પોતાની જ પદ્ધતિ વિકસાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વેધર અપડેટ માટે ભારતે વિદેશી સંસ્થાઓ તરફ નજર ન કરવી પડે. આ આધુનિક પેજ ઉપલબ્ધ કરાવવા બદલ સમગ્ર ગુજરાત અને દેશમાંથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.#MorbiUpdate #GujaratWeatherman #AnkitPatel #WeatherForecast #MJO #GujaratNews #IndianWeather #ProudGujarati #Meteorology #MakeInIndia