10/6/26 થી 31/7/26 સુધી દરરોજ સવારે 7-30 થી 10-30 મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે સ્પેશિયલ મેળાનું આયોજનમોરબી : મોરબી જિલ્લાના તમામ પેન્શનર ભાઈઓ તેમજ બહેનો માટે સરકાર દ્વારા ખાસ હયાતીનું લાઈફ સર્ટિફિકેટ સહેલાઈથી મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી મેઈન પોસ્ટ ઓફિસ તેમજ જિલ્લાની દરેક પોસ્ટ ઓફિસમાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તદ્દન ફ્રીમાં ડિજિટલ લાઈફ (હયાતી) સર્ટિફિકેટ કરી આપવામાં આવશે. આ ઉપરાંત મોરબીમાં દરેક પેન્શનરના ઘરે જઈને પણ આ સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.આ કામગીરી ઝડપથી થાય તે માટે એક સ્પેશિયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તા. 10/6/26 થી તા. 31/7/26 સુધી દરરોજ મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે યોજાશે. પેન્શનરો આ મેળાનો લાભ સવારે 7-30 થી 10-30 વાગ્યા સુધી લઈ શકશે.મોરબી જિલ્લાના દરેક રાજ્ય સરકારના પેન્શનરો ઘર બેઠા તેમજ આ મેળાનો વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે મોરબી એમડીજી એસપીએમ વર્ષાબેન મહેતા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #Pensioner #LifeCertificate #PostOffice #MorbiUpdate #DigitalIndia