લીલાપર રોડ, નવલખી ફાટક અને શનાળા નજીક પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે લીલાપર રોડ, નવલખી ફાટક અને શનાળા નજીક અલગ અલગ ચાર દરોડામાં વરલી મટકાના ચાર જુગારીઓને આંકડા લખતા ઝડપી લઈ રૂ.14,700 મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં પોલીસે લીલાપર રોડ પર ચાર માળીયા આવાસ સામેથી આરોપી વિષ્ણુ નારણભાઇ કગથરા રહે.નિલકમલ સોસાયટી વાળાને રોકડા રૂપિયા 1500 તેમજ 3 હજારના મોબાઈલ સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લીધી હતો.આરોપી વરલીની કપાત મેહુલ જીલુભાઈ પાટડીયા પાસે કરાવતો હોય બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.બીજા દરોડામાં લીલાપર રોડ ચાર માળીયા સામેથી આરોપી મેહુલ જીલાભાઈ પાટડીયાને ફોનમાં આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2200 તેમજ 5 હજારનો મોબાઈલ કબ્જે કર્યો હતો. આરોપી મેહુલ આરોપી અશ્વિન મનુભાઈ વાઘાણી સાથે ભાગીદારીમાં વરલીનો ધંધો કરતો હોવાનું કબૂલી આકડાની કપાત રાજુભાઇ કોળી રહે.વાવડી રોડ વાળા પાસે કપાત કરાવતો હોવાનું કબુલતા બન્નેને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે નવલખી ફાટક પાસે જાહેરમાં વરલીનો જુગાર રમાડી રહેલા આરોપી હરેશ પુરણભાઈ થાવરાણી રહે.રણછોડનગર વાળાને રોકડા રૂપિયા 2750 સાથે ઝડપી લીધો હતો.આરોપી હરેશ આકડાની કપાત આરોપી કિશન ખીટ પાસે કરાવતો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે ચોથા દરોડામાં પોલીસે શનાળા સીએનજી પંપ પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અકિલ ઇરફાનભાઈ અજમેરી રહે.સામાકાંઠે, કાંતિનગર વાળાને રોકડા રૂ.250 સાથે ઝડપી લીધો હતો.આરોપી આકડાની કપાત હરેશ પુરણભાઈ થાવરાણી પાસે કરાવતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.