શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાશેમોરબી : મોરબીમાં આગામી 21 જૂન 2026ના રોજ સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ અને પ્રશંસનીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનાર્થે 'સરસ્વતી સન્માન સમારંભ 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ 21 જૂન 2026 ને રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ વિદ્યાર્થી ભવન, રવાપર લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાશે. આ સમારંભનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બિરદાવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ પરિવારો અને સમાજજનોને આ પ્રેરણાદાયી પ્રસંગે સહ પરિવાર ઉપસ્થિત રહીને તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધારવા માટે ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. #Morbi #MorbiUpdate #RabariSamaj #SaraswatiSanmanSamaroh #StudentHonoring #MorbiNews #EducationSuccess