મોરબી : ઔદ્યોગિક પેટા વિભાગ અને મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આવતીકાલ તા.20/06/2026ના રોજ મેઇન્ટનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને પગલે અલગ-અલગ ફીડરો હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.મોરબી ઔદ્યોગિક વિસ્તાર (સવારે 9:00 થી બપોરે 01:00)મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા એવન IND ફીડરમાં સવારે 9:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણો ધરાવતા ગ્રાહકોનો વીજ પુરવઠો આ સમયગાળા દરમિયાન બંધ રહેશે.મોરબી શહેરના વિસ્તારો (સવારે 07:00 થી બપોરે 14:00)મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ આવતા વિષાલદીપ ફીડરમાં સવારે 07:00 થી બપોરે 14:00 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. જેના કારણે નીચે મુજબના વિસ્તારો અને તેની આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:જિલ્લા સેવા સદનપાર્શ્વનાથ કોમ્પલેક્ષ 1 થી 5દરિયાલાલ પ્લાઝાશક્તિ ચેમ્બરસિરામિક સીટીશિવાલિક ચેમ્બરક્રિષ્ના કલરએસ.પી. ઓફિસરચના સોસાયટી#Morbi #PGVCL #PowerCut #MorbiNews #Maintenance #Electricity #MorbiIndustrial #GujaratNews