શારીરિક અને માનસિક રીતે પડકારરૂપ બાળકો માટે આયોજિત કેમ્પમાં અમેરિકાથી ટ્રેઇન્ડ થયેલા પ્રખ્યાત ડો.સવજી નકુમ આપશે સેવા મોરબી : શારીરિક અને માનસિક રીતે પડકારરૂપ બાળકોના જીવનમાં નવો પ્રકાશ ફેલાવવાના ઉમદા હેતુ સાથે, અમદાવાદના સુપ્રસિદ્ધ અને અમેરિકાથી સ્પેશિયલ ટ્રેનિંગ મેળવેલા પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીસ્ટ ડો. સવજી નકુમ (B.PT, NDT (Pead) USA, G.S.C.P.T) આગામી સોમવારે ખાસ મોરબી આવી રહ્યા છે. મોરબીના સર્કિટ હાઉસ રોડ પર સ્થિત ‘કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક’ ખાતે એક ખાસ મેગા કન્સલ્ટેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આધુનિક થેરાપી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા બાળકોની વિવિધ જટિલ સમસ્યાઓનું સચોટ આકલન કરવામાં આવશે.આ કેમ્પ આગામી તારીખ 22-06-2026 ને સોમવારના રોજ સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક, બીજો માળ, શિવ કોમ્પ્લેક્ષ, સંતોષ સિલેક્શનની બાજુમાં, કુબેરદેવી પાનની સામે, સર્કિટ હાઉસ રોડ, મોરબી-2 ખાતે યોજાશે. આ કેમ્પ સી.પી. બાળક (Cerebral Palsy) એટલે કે જન્મ સમયે મોડું રડવું, ગરદન ન ટકવી કે બેસવા-ચાલવામાં તકલીફ હોવી, ઓટીઝમ અને હાઈપર એક્ટિવિટી જેમાં એક જગ્યાએ સ્થિર ન બેસવું, જીદ્દીપણું કે સતત દોડધામ કરવી જેવી સમસ્યાઓ માટે સંજીવની સમાન સાબિત થશે. આ ઉપરાંત ડાઉન સિન્ડ્રોમ, સ્પીચ પ્રોબ્લેમ એટલે કે ઉંમર પ્રમાણે બોલવામાં કે પોતાની વાત સમજાવવામાં મુશ્કેલી પડવી, વર્તણૂકની સમસ્યાઓ અને સેન્સરી ઈન્ટ્રીગેશન જેવી તકલીફ ધરાવતા બાળકો માટે આ કેમ્પમાં વર્લ્ડ-ક્લાસ નિદાન અને માર્ગદર્શન મળશે.કેમ્પમાં મર્યાદિત સંખ્યામાં જ બાળકોને પ્રવેશ આપવાનો હોવાથી એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. તેમજ બાળકની યોગ્ય હિસ્ટ્રી જાણી શકાય તે માટે વાલીઓએ તેમના જૂના રિપોર્ટ્સ, એક્સ-રે અને ફાઈલ સાથે રાખવાની રહેશે. આ વિશેષ કેમ્પનો લાભ મેળવવા ડો. મિતલ રૈયાણી (B.Physio - M.I.A.P) ના મો.નં.9727841107 પર સંપર્ક કરવા જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MedicalCamp #PediatricPhysiotherapy #ChildHealth #MorbiNews