વાંકાનેરમાં 7, હળવદમાં 3, મોરબીમાં 3 અને ટંકારામાં 1 નવી શાળા શરૂ થશે : વધુ 32 શાળાઓ માટે મોકલાઈ દરખાસ્ત મોરબી: મોરબી જિલ્લામાં શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવા અને અંતરિયાળ વિસ્તારના બાળકોને ઘરઆંગણે જ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ 2026 ના નવા સત્રથી કુલ 14 નવી માધ્યમિક શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.ધારાસભ્યો અને અલગ-અલગ ગામના અગ્રણીઓની રજૂઆતને પગલે ગાંધીનગર સ્થિત કમિશનર શાળાઓની કચેરી દ્વારા આ 14 નવી માધ્યમિક શાળાઓને મંજૂરી અપાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ થતાં ડ્રોપઆઉટ રેશિયો ઘટશે અને શિક્ષણનું સ્તર સુધરશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાએ જણાવ્યું હતું.મંજૂર થયેલી 14 શાળાઓમાંથી 3 શાળાઓ સ્થાનિક મોરબી તાલુકાની છે, જેમાં વજેપર વાડી, માધાપર વાડી અને પીપળીનો સમાવેશ થાય છે. મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ બાદ હવે આ ત્રણ સરકારી શાળાઓ ઉપલબ્ધ થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી શાળાઓની મોંઘીદાટ ફીમાંથી મુક્તિ મળશે. આ સિવાય 1 શાળા ટંકારા તાલુકામાં, 3 શાળાઓ હળવદ તાલુકામાં અને સૌથી વધુ 7 શાળાઓ વાંકાનેર તાલુકામાં મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં હજી બીજી 32 શાળાઓ શરૂ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે, જેની પણ નિયત માપદંડના આધારે આગામી સમયમાં મંજૂરી મળવાની પૂરેપૂરી શક્યતા છે.મંજૂર થયેલી 14 નવી માધ્યમિક શાળાઓની યાદી:• મોરબી તાલુકો: 1. સરકારી માધ્યમિક શાળા, વજેપરવાડી 2. સરકારી માધ્યમિક શાળા, માધાપરવાડી 3. સરકારી માધ્યમિક શાળા, પીપળી• ટંકારા તાલુકો:4. RMSA સરકારી માધ્યમિક શાળા, મેઘપર (ઝા)• વાંકાનેર તાલુકો:5. RMSA સરકારી માધ્યમિક શાળા, ખીજડીયા6. RMSA સરકારી માધ્યમિક શાળા, જાંબુડિયા વીડી7. RMSA સરકારી માધ્યમિક શાળા, પીપળીયા અગાભી8. RMSA સરકારી માધ્યમિક શાળા, ચિત્રાખડા9. RMSA સરકારી માધ્યમિક શાળા, ગાંગિયાવદર10. RMSA સરકારી માધ્યમિક શાળા, ઓળ11. RMSA સરકારી માધ્યમિક શાળા, વાલાસણ• હળવદ તાલુકો:12. RMSA સરકારી માધ્યમિક શાળા, રણછોડગઢ13. RMSA સરકારી માધ્યમિક શાળા, રાણેકપર14. RMSA સરકારી માધ્યમિક શાળા, રાતાભે#Morbi #MorbiNews #Education #NewSchools #MorbiUpdate #Wankaner #Halvad #Tankara #GujaratEducation #GovernmentSchools