ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં પ્રાણજીવનભાઈ રામજીભાઈ ચારોલાની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ દાહોદના વતની ખેત શ્રમિક પરિવારનો ત્રણ વર્ષનો પુત્ર રાજવીર મુકેશભાઈ માવી ગત તા.17ના રોજ બપોરના સમયે વાડીની ઓરડી પાસે રમતો હતો ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.