સ્થાનિક કોર્પોરેટરે ફાયરની ટિમ બોલાવતા સમયસર આગ પર કાબૂ મેળવાયોમોરબી : મોરબીના કેનાલ રોડ પર આવેલી ગોકુળ મથુરા સોસાયટીની બાજુમાં શ્રીજી સોસાયટીમાં ઓમ વિલા પાછળના વોકળામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, સમયસર ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવતા આગ પ્રસરતી અટકી હતી.સ્થાનિકો દ્વારા આગ લાગવાની આ ઘટનાની જાણ તુરંત જ સ્થાનિક કોર્પોરેટર ભાવેશ કણજારીયાને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને ભાવેશ કણજારીયાએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોર્પોરેટર ભાવેશ કણજારીયા પણ ફાયર વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને આગ ઓલવવાની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા. ફાયર વિભાગની સતત જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.#Morbi #MorbiUpdate #FireIncident #MorbiNews #GujaratNews #MorbiFire #CanalRoadMorbi #OmVilla