મોરબી : મોરબી શહેરના મણીમંદિર નજીક તાલુકા પંચાયત રોડ પર ગત તા.11ના રોજ પોતાનું જીજે - 36 - એક્યુ - 9572 નંબરનું મોપેડ લઈને જઈ રહેલા ફરિયાદી પ્રભુભાઈ નરસીભાઈ ખાભડિયા ઉ.70 રહે.સોનલ સોસાયટી, રફાળેશ્વર વાળાઓને અજાણી કારના ચાલકે હડફેટે લઈ માથા તેમજ છાતીના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.