કાર ચાલક શ્વાનને બચાવવા ગયા ત્યાં ડમ્પરે ધડાકાભેર ટક્કર મારી : સદનસીબે કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવમોરબી : મોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા બ્રિજ પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કારમાં સવાર માતા-પુત્રનો આબાદ બચાવ થયો છે.મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ પર આવેલ કાયાજી પ્લોટમાં રહેતા યુવાન તેમની અલ્ટો કાર લઈને માતા સાથે મોરબીથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મીતાણા બ્રિજ પહેલા અચાનક એક શ્વાન આડુ ઉતર્યું હતું. કાર ચાલક યુવાને શ્વાનને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પાછળથી આવતા ડમ્પર ચાલકે અચાનક લીવર વધારી દેતાં કાર ડમ્પર સાથે અથડાઈ ગઈ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે કાર ઢસડાઈને દૂર ફેંકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું છે. જોકે, સદનસીબે કારમાં સવાર બંને વ્યક્તિઓમાંથી કોઈને પણ ઈજા પહોંચી નથી અને બંનેનો ચમત્કારિક બચાવ થયો છે.#MorbiUpdate #MorbiRajkotHighway #RoadAccident #MitanaBridge #MiraculousEscape #MorbiNews #AccidentNews