કોઈ કારણોસર મંદિર આખું બેસી ગયું, રાત્રીના મજૂરો હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળીહળવદ : હળવદ તાલુકાના ટીકર (રણ) ગામની મધ્યમાં રામજી મંદિરની બાજુમાં મુંબઈના જૈન પરિવારો દ્વારા નવું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું. આ નિર્માણાધીન શિખરબંધ મંદિર ગત રાત્રે 12:00 વાગ્યે અચાનક જ ધરાશાયી થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, આ મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું હતું અને હવે માત્ર ટાઇલ્સ ચોંટાડવાનું જ બાકી હતું. દિવસ દરમિયાન અહીં ટાઇલ્સ લગાવવાનું કામકાજ ચાલુ પણ રહેતું હતું. જોકે, ગત રાત્રે અચાનક દુર્ઘટના બની હતી અને આખું મંદિર પ્લીન્થ લેવલથી તૂટીને નીચે પડી ગયું હતું. આ અંગે ગામના આગેવાન ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું કે આ અંબાજી માતાનું મંદિર હતું. જે મુંબઈના જૈન પરિવાર દ્વારા બનાવવામાં આવી રહ્યું હતું. આ દુર્ઘટના રાત્રિના 12:00 વાગ્યાની આસપાસ બની હોવાથી ત્યાં કોઈ મજૂરો કે અન્ય લોકો કામ કરતા ન હતા. દિવસ દરમિયાન અહીં કામગીરી ચાલુ રહેતી હોય છે, તેથી જો દિવસે આ બનાવ બન્યો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. પરંતુ રાતનો સમય હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.#MorbiUpdate #Halvad #Tikar #MorbiNews #GujaratNews #AccidentAverted #TempleCollapse